ધોરાજીના મહેશ નગર સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૨નું કામ પૂર્ણ થયા બાદ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસી નાનજીભાઈએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવીને સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ. આ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના સત્તાવાળાઓએ જણાવ્યું કે, તેમને રજૂઆત મળી છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે તાકીદની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સ્થાનિકો ત્વરિત કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.