ધોરાજી સબ ડિવિઝનનાં પોલીસ મથક દ્વારા પકડવામાં આવેલા ઈંગ્લીશ દારૂ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનનો ૧૮૩૩ બોટલ દારૂ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનનો ૩૩૨૮ બોટલ દારૂ, ભાયાવદર પોલીસ સ્ટેશનનો ૬૧૦૯ અને જામકંડોરણા પોલીસ સ્ટેશનનો ૭૨૨૨ બોટલ દારૂ મળી કુલ ૧૮૪૯૨ બોટલ દારૂ કુલ કિંમત ૮૧,૨૪,૬૨૦ રૂપિયાનો નાશ કરાયો હતો. આ તકે ધોરાજી નાયબ કલેકટર નાગાજણ તરખાલા, મામલતદાર પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ, ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીઆઈ ગોહિલ સહિતના પોલીસ, મહેસૂલ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.