રાજકોટ ગ્રામ્યના નવા જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે ધોરાજી સિટી અને તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમના અધ્યક્ષસ્થાને શહેરના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિ બેઠક યોજાઈ, જેમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. ગુર્જરે નાગરિકોને સોશિયલ મીડિયા પરની ખોટી અફવાઓથી સાવચેત રહેવા તેમજ રાજ્ય સરકારની ૧૧૨ ઇમરજન્સી સેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં એએસપી સિમરન ભારદ્વાજ આઈપીએસ, પીઆઈ કે.એચ. ગરચર, પીઆઈ જે.પી. ગોસાઈ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.








































