ધોરાજી, તા.૮
ધોરાજી તાલુકા પોલીસ મથકના પોલીસ સ્ટાફે જમનાવડ-વાલાસીમડી રોડ પરથી બાતમીના આધારે જૂનાગઢ પંથકનાં શખ્સને વિદેશી દારૂ સહિત રૂ.૧૨ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.જી.જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે જમનાવડ-વાલાસીમડી રોડ પર સમીર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી પોલીસે તપાસતા તેના કબ્જામાંથી રૂ.૧૨૦૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે આરોપી શખ્સ સમીર સલીમભાઈને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.