ધોરાજી નદી બજાર દાણા પીઠ વિસ્તારમાં ગંદકી અને કચરાની સમસ્યાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિસ્તારમાં હોલસેલ અનાજ અને કરિયાણાના વેપારીઓની દુકાનો આવેલી છે. પરંતુ આ વિસ્તારમાં પડેલા કચરાના ઢગલા અને ગંદકીને કારણે વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ધોરાજી હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈએ જણાવ્યું હતું કે, નદી બજાર વિસ્તારમાં એન.કે. ટ્રેડર્સ સહિતની દુકાનો પાસેના જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જામી ગયા છે. આ સમસ્યાને દૂર કરવા માટે અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકા તંત્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં બેદરકારી દાખવી રહ્યું છે.