ધોરાજી-જામકંડોરણા રોડ પર જામનગર-ઉના ST બસ અને એક અજાણ્યા JCB વચ્ચે ભગવતી પોલીમર્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. JCB અથડાતાં બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ કારખાનાની દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે ૪૦-૪૫ મુસાફરોમાંથી ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, બસ ડ્રાઇવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. બસ ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, ત્નઝ્રમ્ ચાલકની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. અકસ્માતને કારણે ભગવતી પોલીમર્સને આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જ્યારે જી્‌ બસને પણ ઘણું નુકસાન થયું છે. ધોરાજી તાલુકા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.