રાજકોટ રૂરલ પોલીસની એલસીબી ટીમે ગુરુવારે ધોરાજી નજીક ભૂતવડ ચોકડી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. ૧૧,૭૮,૬૪૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રૂરલ એલસીબીના પીઆઈ ઓડેદરાએ જણાવ્યા અનુસાર, બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ૨૫૨ નાની-મોટી વિદેશી દારૂની બોટલો સાથે એક ટ્રક જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં (૧) બજરી રાભજ શર્મા, (૨) રવિભાઈ બાભલ અને (૩) મિલન ભરડિયાનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી રાજકોટ રૂરલ પોલીસની એલસીબી ટીમે હાથ ધરી હતી. તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.