ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાના ખર્ચે બનેલું નવ-નિર્મિત બિલ્ડિંગ ફાયર સેફ્‌ટી સાધન સુવિધા વિહોણું હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્‌ટી સાધનો ન હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાલિકાની દિવાલ પર પોસ્ટર લગાવી અનોખો વિરોધ કર્યો હતો. સાથોસાથ એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે ધોરાજીની આશરે ૮૦,૦૦૦ હજાર જેટલી જનસંખ્યા વચ્ચે માત્ર એક નાનકડી ફાયર ફાઇટરની ગાડી કેમ ? આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.