ધોરાજી તાલુકા પોલીસે ટ્રેક્ટર ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. જામનગર જિલ્લાના શેઠવડાળા ગામમાંથી
ચોરાયેલા એક ટ્રેક્ટર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના શેઠવડાળા ગામમાંથી ટ્રેક્ટર ચોરી થયાની ફરિયાદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે, ધોરાજી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, મૂળ ભાવનગરના મહુવા તાલુકાનો જયસુખ ઉર્ફે જયેશ લાલજી મકવાણા નામનો આરોપી ચોરાયેલા ટ્રેક્ટર (કિંમત રૂ. ૧,૨૫,૦૦૦) સાથે ઝડપાઈ ગયો હતો. ધોરાજી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળતા બદલ ધોરાજી તાલુકા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.