ધોરાજી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આગામી ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ કમિટી દ્વારા કાર્યકર્તાઓની શિબિર યોજાઇ હતી. આ શિબિર કાર્યક્રમમાં ગુજરાત સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી ભુપેન્દ્ર મારવી જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ લલિતભાઈ વસોયા ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને મુખ્ય કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી હોય જે સંદર્ભે કોંગ્રેસના પ્રભારી ભુપેન્દ્ર મારવી જી દ્વારા કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા એ કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન સાથે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ વિજય કરશે અને જનતા જનાર્દન કોંગ્રેસની સાથે હોય તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.