ધોરાજી ખાતે સુન્ની સંપ્રદાયના ચોથા ખલીફા અને સિદ્ધ પુરુષ અને હજરત ઇમામ હસન ઇમામએ હુસેનના પિતા એવા હજરત અલી શેરે ખુદાનો જન્મ દિવસ યા મોલા અલી મદદ ગ્રુપ દ્વારા ખુબ જ શાનો શોકત્ સાથે ઉજવવામાં આવશે. તા ૧૪ જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે બહાર પૂરા અરબિયા હોટેલ પાસેથી વિશાળ જુલૂસ નીકળશે. જે ભવ્ય જુલૂસમાં હજારો લોકોનું હુઝુમ ઉમટી પડશે. જેમાં મનકબત એ મોલાં અલી પણ પઢવામાં આવશે અને આ જુલૂસ ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરશે અને બાવા ગોર ખાતે પૂર્ણ થશે. કોડીનાર-અમરેલી વાયા ઘાંટવડ બસ ફરીથી શરૂ કરાઈ