ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર, મોજ, વેણુ નદીમાં ખનીજ ચોરીની લોક ફરિયાદો ઉઠી હતી. આ ખનીજ ચોરી ડામવા માટે તંત્ર દ્વારા ચેકીંગ તપાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ગધેથડ નાગવદર ગામમાંથી પસાર થતી વેણુ નદીમાંથી સાદી રેતી ખનીજના ગેરકાયદે ખનન વહન મામલે એક હીટાચી મશીન, એક રેતી ભરેલ ટ્રક તેમજ બે ટ્રેક્ટર મળી કુલ રૂ. ૭૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી અને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ અધિકારી અંકિતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ હાથ ધરીને ગધેથડ નાગવદર ગામમાંથી પસાર થતી વેણુ નદીમાંથી સાદી રેતી ખનીજના ગેરકાયદે ખનન વહન મામલે એક હીટાચી મશીન, એક રેતી ભરેલ ટ્રક તેમજ બે ટ્રેક્ટર મળી કુલ રૂ. ૭૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડીને સીઝ કરીને ભાયાવદર પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.