ધોરાજી-ઉપલેટા તાલુકા વિસ્તારની આંગણવાડીઓની મહિલા કર્મીઓએ ચૂંટણીમાં બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આંગણવાડી કર્મીઓએ જણાવ્યું હતું કે, ખુબ જ ઓછા વેતનમાં આંગણવાડી કાર્યકર બહેનો પોતાની ફરજ બજાવે છે. કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓના કેવાયસી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી ઉપરાંત ચૂંટણીના દિવસે અને અન્ય સરકારી કાર્યક્રમોમાં ફરજ સોંપવામાં આવતી હોય છે. ઉપરાંત જણાવેલ કે આંગણવાડી મહિલા કર્મીઓને જાણ કર્યા વિના ઓટીપી મેળવી બીએલઓ તરીકે ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, જેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.