રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ધોરાજીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના પાવર હાઉસ પાસે પાટીદાર ઓઇલ મીલ નજીક એક છોટા હાથી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાહનમાંથી રૂ.૧,૨૪,૦૦૦ થી વધુ કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને રૂ.૧,૫૦,૦૦૦ ની કિંમતનું છોટા હાથી મળીને કુલ રૂ.૨,૭૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂના જથ્થાનો આરોપી ધોરાજીના પાવર હાઉસ પાસે રહેતો અનવર ઈબ્રાહીમ કુરેશી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.