રાજકોટ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન્સ માટે એક વિશેષ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધોરાજી શહેર અને તાલુકાના ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં વોકિંગ સ્ટિક, ટ્રાયપોડ, વોકર, હિયરિંગ એઇડ મશીન, ફોલ્ડિંગ વ્હીલચેર સહિત વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા, ડા. જયેશ વેસેયટીન, ડા. વાછાણી, મામલતદાર પંચાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.