વર્ષ ૧૯૯૯માં ધોરાજીની ભાદર કોલોનીમાં બાળકના ઝઘડાને કારણે એક બાળકની ઘાતકી હત્યા કરીને લાશ કોથળામાં નાખી ફેંકી દેવાના ગુનામાં ૨૫ વર્ષથી નાસતી ફરતી આરોપી મહિલા અરુણા ઉર્ફે અનિતાને ધોરાજી પોલીસે ઝડપી પાડી છે. આ કેસમાં ધોરાજી કોર્ટે તાજેતરમાં જ ૨૦ વર્ષની સજા ફટકારી હતી. ધોરાજીના છજીઁ સિમરન ભારદ્વાજ અને ૈઁં કે.એસ. ગરચરના માર્ગદર્શન હેઠળ ડ્ઢ-સ્ટાફના પી.કે. શામળા અને ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપી મહિલાને વડોદરાથી શોધી કાઢી હતી. આરોપી અરુણા ઉર્ફે અનિતા વડોદરામાં ‘અનિતા બ્યુટી પાર્લર’ના નામે ધંધો ચલાવતી હતી અને લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. તેણે પોતાના સગા બાળકોનો પણ છેલ્લા ૨૫ વર્ષથી સંપર્ક કર્યો ન હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને ઓળખ પાક્કી કરી અને ફરિયાદી તેમજ આરોપીના પતિ રાજેશ દેવમુરારીએ પણ ઓળખની પુષ્ટિ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરાજી કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને જેલ વોરંટ સાથે જેલમાં મોકલી દેવાઈ છે.