ધોરાજીમાં ૧૦૮ની ટીમે ૧૧ માસની બાળકીને તાણ, આંચકી અને ઉલ્ટીની બીમારીની તાત્કાલિક સારવાર અપાવીને જીદંગી બચાવી હતી. ધોરાજીના મોટી પરબડી ગામની રોશની મકવાણાને અચાનક આંચકી, તાવ ઉલટી થતાં આયુષ્માન આરોગ્ય મંદિર, મોટી પરબડી ખાતે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ય્સ્ઈઇજી હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ૧૦૮ દ્વારા રીફર કરી તેમની જિંદગી બચાવાઇ હતી. મોટી પરબડી ગામની રોશનીના પિતા મયુરભાઇ મકવાણા છુટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે.