ધોરાજી ખાતે છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધોરાજીના પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, મામલતદાર બી.વી. ગોંડલિયા હેડ ક્લાર્ક ભાવેશ ભટ્ટ, દબાણ હટાવ શાખાના સંજયભાઈ બગડા, નિલેશભાઈ ભેડા સહિત ટીમ દ્વારા ધોરાજી શહેરના જુનાગઢ રોડ અને સ્ટેશન રોડ ખાતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ધોરાજી કોર્ટ સમક્ષ આવેલ એક ઓફિસ તેમ જ ગેલેક્સી ચોપથી રેલવે સ્ટેશન કુલ ૧૪ આસામીઓ પોસ્ટ ઓફિસ ગેલેક્સી ચોક સુધીમાં કુલ ૧૨ આસામી અંદાજે ૪૫૦ ચોરસ વાર લાલા લજપતરાય ચોકમાં ચાર આસમીયો દ્વારા તેમજ નાગરિક બેંક થી સ્વામીનારાયણ મંદીર સુધીમાં કુલ ૧૬૦૦ વાર જમીન આશરે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર જયમલ્લ મોઢવાડીયાએ જણાવ્યું કે હજુ આગળ પણ ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવશે.