ધોરાજીમાં ગાંધીવાડી ખાતે ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવ પ્રેરિત દંત રોગ તપાસ અને વિનામૂલ્યે બત્રિસી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ ૧૫૫ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ૭૫ દર્દીઓને વિનામૂલ્યે બત્રીસી ફીટ કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન અગ્રણી કમલભાઈ મોદી, ચંદ્રેશભાઈ ગાંધી, ડા. મોનિકાબેન ભટ્ટ, ડો.જાગૃતિબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.