ધોરાજીના સનાતન ધામ ઉદાસી આશ્રમ અને નાનકશાની જગ્યા દ્વારા આયોજિત ‘નૂતન સવરા મંડપ અખંડ પાટ જ્યોત દર્શન મહોત્સવ’ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે રામદેવજી મહારાજના પાટ પૂજન અને અખંડ જ્યોત દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય સંત ભીખૂબાપુ નાનક, મહંત હર્ષદ બાપુ, મયૂર બાપુ અને માનવ બાપુની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. ભાવિકોએ જ્યોત દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાત્રિના સમયે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.









































