ધોરાજીમાં કૃષ્ણ પ્રણામી ધર્મ મહોત્સવમાં શ્રી બાઈ રાજ મહારાણી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ચાર અખંડ પારાયણ તથા સત્સંગ શિબિરનું ૧થી ૩ એપ્રિલ સુધી ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પ્રવચન, સંધ્યા કાલિન સેવા પૂજા, રાસ ગરબા વગેરેનો સમાવેશ થાય છે. શ્રી બાઈ રાજ મહારાણી પ્રાગટ્ય મહોત્સવ કાર્યક્રમમાં શ્રી નવતનપૂરી ધામનાં પૂજય જગતગુરુ આચાર્ય મહારાજશ્રીનાં માર્ગદર્શનમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સેવાભાવી ભાવિકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્‌યા હતા.