રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા અમિત ગુર્જરની સૂચનાથી ધોરાજી સબ ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજે વ્યાજખોરો વિરુધ્ધ કડક ઝુંબેશ છેડી છે. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ પંથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વો સામે લાલ આંખ કરતા તેમણે અપીલ કરી છે કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોએ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ. જો કોઈ વ્યાજખોરે મકાન, જમીન, સોનું કે વાહન પચાવી પાડ્‌યું હોય તો પીડિતો સીધો એએસપીનો સંપર્ક કરી શકે છે. પોલીસ પ્રશાસને ખાતરી આપી છે કે કોઈપણ ગેરકાયદેસર ધીરાણ કરનાર સામે કડક કાયદેસરના પગલાં ભરીને પીડિતોને સો ટકા ન્યાય અપાવવામાં આવશે. આ માટે મોબાઈલ નંબર ૯૨૧૩૦૦૦૪૩૪ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.