ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ અને નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં સ્થાનિક ૧૫૧ વ્યક્તિએ રક્તદાન કર્યું હતું અને ૨૦૦ દર્દીઓને તપાસીને દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અદ્વેત હોસ્પિટલના ડોક્ટરની ટીમે સેવા આપી હતી. પોરબંદરની શ્રીરામ બ્લડ બેન્કે લોહી એકત્ર કરવાની કામગીરી બજાવી હતી.