ધોરાજી, તા.૦૩
ધોરાજી શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ વધુ કફોડી બની છે ધોરાજીમાં પ્રવેશવાના મુખ્ય માર્ગોમાં ઉપલેટા રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ જામકંડોરણા રોડ અને ધોરાજી શહેરમાં વિવિધ મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી બની છે જન્માષ્ટમીની શોભા યાત્રાના રૂટ પર પણ મસ મોટા ખાડા પરથી શોભાયાત્રાએ પસાર થવું પડ્યું હતું. ત્યારે હાલ વરસાદ થંભી ગયા બાદ પણ રોડ રસ્તા ના કામો શરૂ ન થતા લોકોમાં તંત્ર પરત્વે નારાજગી વ્યાપી રહી છે. બીજી તરફ ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે વહીવટદારના શાસન હેઠળ નગરપાલિકા તંત્ર પ્રજાના પ્રાથમિક અને આવશ્યક કામો કરવામાં નિષ્ફળ નીવડી છે.
ધોરાજી શહેરમાં માત્ર રોડ રસ્તા ના જ પ્રશ્નો હોય એટલું પૂરતું નથી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકી ફેલાઈબ્ રહી છે જેને કારણે જન આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે.