ધોરાજી સ્થિત લેઉઆ પટેલ કેળવણી મંડળ સંચાલિત પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સંસ્થાનો વાર્ષિકોત્સવ સમારોહ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મેનેજિંગ ટ્રસ્ટી જીમ્મીભાઈ કિશોરભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ અશોકભાઈ બાલધા, કિશોરભાઈ માવાણી, ધર્મેશભાઈ બાલધા, રાજુભાઈ હિરપરા, અમિતભાઈ રાખોલીયા, કેમ્પસ ડાયરેક્ટર જે.જે. વિરાણી, પ્રશાંતભાઈ પટેલ અને સંસ્થાની વિવિધ શાળા-કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત છાત્રાલયની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.



































