ધોરાજી,તા.૦૧
ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાનું કામ શરૂ થયું હતું જેમાં વોર્ડ નંબર ૯ નીલકંઠ મહાદેવ મંદિર વાળી શેરીમાં પેવર રોડનું કામ શરૂ થતા જે કામ નિયમ કરતા પણ વધારે નબળું થતું હોય તેવી ફરિયાદ ઉઠતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઈ વસોયા, શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા તાત્કાલિક તેમની ટીમ દ્વારા એ વિસ્તારમાં દોડી જઈને ડામર રોડનું કામ જે પ્રકારે થતું હતું તે બાબતે કોન્ટ્રાક્ટરને પૂછતા અને નિયમ પ્રમાણે કામ નહીં થતું હોવાનું જણાવી તાત્કાલિક ડામરનું કામ બંધ કરાવ્યું હતું. આ બાબતે પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે આજે આ કામનું અમોએ ચેકિંગ કરતા જોવા મળ્યું છે કે જે પ્રકારે ટેન્ડરમાં શરતો આપી હોય છે તે પ્રમાણે કામ થતું ન હતું.