મૂળ ધોરાજી અને હાલ જૂનાગઢ વસવાટ કરતાં જાણીતા એડવોકેટ મયુરભાઈ જાની અને જાની પરિવાર દ્વારા સોમવારે સાંજે લેઉવા પટેલ સમાજ, જમનાવાડ રોડ ધોરાજી ખાતે સાંજે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યુ હતું. બ્રહ્મ ચોર્યાસીમાં જૂનાગઢથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પ્રેરક ઉપસ્થિતિ અને ધોરાજી બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, યુવા કાર્યકર્તા ટીમ તેમજ જૂનાગઢ, ઉપલેટા, જેતપુર બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. ધોરાજીમાં ૪૦૦ જેટલાં વિપ્ર પરિવારોએ સાંજે બ્રહ્મ ભોજનનો આનંદ માણ્યો હતો. બ્રહ્મ ચોર્યાસી કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજી બ્રહ્મ સમાજના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.