અમર ડેરીનાં સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે તા.૨૧.૦૯.૨૦૨૪ નાં રોજ યોજાનાર વાર્ષિક સાધારણ સભા અને જિલ્લાભરના ખેડૂત સભાસદનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધારતા હોય તે અંગેના સ્થળ મુલાકાત અને તૈયારીઓની સમીક્ષા અમરેલી કલેકટર અજય દહિયાએ કરી હતી. આ સાથે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રાંત અધિકારી નાકીયા,જિલ્લા મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠિયા, તથા વિભાગીય અધિકારી હાજર રહ્યા હતા તેમ અમર ડેરીની યાદીમાં જણાવેલ છે.