ધોરાજી,તા.૦૧
ધોરાજીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ દિવસીય સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ તરીકે ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર દીપકભાઈ તળાવિયા, યોગકોચ દક્ષાબેન હિરપરા અને ઙ્મૈષ્ઠના ઓફિસર રમેશભાઈ રોકડ દ્વારા કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં યોગ વિશે
વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.