ધોરાજી શહેરમાં શહેરમાંથી પસાર થતાં નાળા વોંકળા અને રાજાશાહી વખતના મોટા બુગદા આવેલા છે જે સફાઈના અભાવે કચરાના ગંજ બની ગયા છે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી શહેરમાંથી પસાર થતા નાળા, વોકળામાંથી નીકળી જતા હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા શહેરના નદી નાળાની સફાઈ થતી ન હોવાથી મોટા પ્રમાણમાં કચરો જમા થઈ ગયો હોય છે જેને લીધે વરસાદી પાણીના નિકાલ થઈ શકતો નથી અને તે કારણે વરસાદી પાણી શહેરના નિચાણવાળા વિસ્તારમાં ફરી વળે છે. પ્રિમોન્સૂન કામગીરી મામલે ધોરાજી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે જ્યારથી ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારથી કોઈ જરૂરી કામગીરી થતી નથી અને નગરપાલિકા પ્રિ મોન્સૂન કામગીરી પરત્વે દુર્લક્ષ સેવી રહી છે. ધોરાજીના ચૂંટાયેલા વર્તમાન ધારાસભ્ય પણ લોકોની આવી સમસ્યા મામલે ધ્યાન આપતા નથી. જેની સામે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલધાએ જણાવેલ કે કોંગ્રેસને આક્ષેપ કરવાની ટેવ છે ધોરાજી નગરપાલિકામાં પ્રિમોન્સૂન કામગીરી મામલે સૂચના અપાઈ ચૂકી છે અને પાલિકા દ્વારા હાલ કામગીરી ચાલી રહી છે.