ધોરાજી શહેરના નાભીરાજ સોસાયટી વિસ્તારમાં દારૂના જથ્થા અંગે મળેલી બાતમીના આધારે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ પંપાણીયા અને નિલેશભાઈ મકવાણાએ સ્ટાફ સાથે રેડ કરી હતી. રેડ દરમ્યાન રહેણાંક મકાનની બાજુમાંથી ૪૬ નંગ ઇંગ્લિશ બનાવટના ચપટા (સીલ પેક નાની બોટલો) મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તરીકે અનવર ઇબ્રાહીમભાઈ કુરેશીનું નામ ખુલ્યું છે. હાલ પોલીસ તરફથી અનવર કુરેશીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.