ધોરાજી ખાતે દસ્તગીર ગ્રુપ અને ધોરાજી મતવા માલધારી સમાજના સંયુક્ત આયોજન હેઠળ સમૂહ શાદી સમારોહ ભવ્ય રીતે યોજાયો. બહાર પૂરા વિસ્તાર પાસે આવેલ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૫ દુલ્હા–દુલ્હનની શાદી ઇસ્લામિક રીત-રિવાજ મુજબ મૌલાના હાફિઝ હુસેન સાહેબ મતવા દ્વારા કલમા પઢાવીને કરાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં દસ્તગીર ગ્રુપના બાબર સુલેમાનભાઈ મચ્છીવાલા તથા તેમની ટીમનું યોગદાન રહ્યું હતું. સમાજના આગેવાનો હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, હાજી મોહમદભાઈ મતવા, પ્રમુખ હાજી અમીનભાઈ મતવા સહિતના આગેવાનોએ કાર્યક્રમને બિરદાવ્યો હતો.