ધોરાજી ફોરેસ્ટ વિભાગે ફરેણી નદી કાંઠા વિસ્તારમાં તેતરનો શિકાર કરતા બે આરોપીઓની અટકાયત કરી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્‌યા અને તેમના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. ઝડપી પાડેલા આરોપીઓમાં મનસુખ બહાદુર રાઠોડ અને પ્રવીણ ચંદુભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ હેઠળ શિકાર કરવાના ગુના બદલ તેમની પાસેથી રૂ.૪૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.