રાજકોટમાં પૂર્વ ધારાસભ્યે ધોરાજીમાં ટેકાના ભાવે કરાતી તુવેરની ખરીદીમાં નાફેડ અધિકારીઓની મનમાની કરતા હોવાનો આરોપ મૂક્યો છે. ૬૭૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી હતી પરંતુ ઓછી ખરીદી કરવી પડે એટલે સેટેલાઈટમાં પાક બતાવાયો જ નહીં અને ખેડૂતોએ ખેતરોમાં તુવેર વાવી નહીં હોવાના બહાના બતાવી ૨૪૭૫ ખેડૂતોની નોંધણી રદ્દ કરાઈ હતી. સરકાર આ મામલે તાત્કાલિક ઉકેલ લાવે તેવી અપીલ કરી છે.
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકામાં ટેકાના ભાવે કરાતી ખરીદીમાં વધુ એક વિવાદનો જન્મ થયો છે. નાફેડ અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા છે. તુવેર દાળની ખરીદીમાં નાફેડ અધિકારીઓ મનમાની કરતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. ધોરાજી તાલુકામાં ૬૭૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી છે. ઓછી ખરીદી કરવી પડે એટલે સેટેલાઇટમાં પાક બતાવાયો જ નહતો. ખેડૂતોએ ખેતરોમાં તુવેર દાળ વાવી જ નહીં હોવાના બહાના હેઠળ તાલુકાના ૨૪૭૫ ખેડૂતોની નોંધણી રદ્દ કરી હતી.
ત્યારે ખેડૂતો નોંધણી રદ્દ કરાયેલ પાકની સાબિતી આપવા પણ તૈયાર દેખાયા છે. ઈરાદાપૂર્વક તુવેરની ખરીદી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યો છે. સરકાર અને કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા ખેડૂતોએ અપીલ કરી છે. તાજેતરમાં ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી રદ કરાયેલ નોંધણીવાળા ખેડૂતોની તુવેર દાળ તાત્કાલિક ખરીદવામાં આવે તેવો પત્ર પણ લખ્યો હતો. જેમાં સેટેલાઈટ સર્વેનાં આધારે ૧૦ હજાર ખેડૂતોની નોંધણી રદ્દ કરાઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે જે સેટેલાઈટ જમીનમાં તુવેર દાળ દેખાય છે તે બીજાનાં નામે બતાવે છે. જેને પાક વાવ્યો છે તે જમીન માપણીમાં પણ ભૂલ દેખાય છે. ખેડૂતોને તમે પાક વાવ્યો જ નથી તેમ કહેતા હજારો ખેડૂતોએ નિરાશ થવાનો વારો આવ્યો છે.
ખેડૂતોનો આરોપ છે કે સરકારની જમીન માપણીમાં ભારોભાર ભૂલ દેખાય છે છતાં, ખેડૂતોએ તેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેટેલાઈટ સર્વેમાં પાક, જમીન સહિતની ભૂલો દેખાતા ખેડૂતો નાફેડના અધિકારીઓ પર રોષે ભરાયા છે.