ધોરાજીની ધન્ય ધરા પર જન્મેલા સર્જક ચુનીલાલ મડિયા સાહિત્ય વર્તુળની સ્થાપના પ્રસંગે ધોરાજી નગરપાલિકા સંચાલિત કે.ઓ.શાહ કોલેજ ખાતે કાવ્ય સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મૂર્ધન્ય કવિ ગણ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ગુણવંતભાઈ ધોરડા સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સાહિત્ય વર્તુળ સંસ્થાની સ્થાપના કરી હતી. આ પ્રસંગે યોજાયેલ કાવ્ય સભામાં ચુનીલાલ મડિયાના જીવન કવન પર પ્રાસંગિક વકતવ્ય પ્રિન્સિપાલ ડોક્ટર રવજી રોકડએ કર્યું હતુંં. કવિ સ્નેહી પરમારે પોતાના કાવ્ય પઠનમાં પોતાના સુપ્રસિદ્ધ કાવ્યો રજૂ કર્યા હતા. ડો. જગદીપ નાણાવટીએ પણ અદ્ભુત કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.