ધોરાજીના બાલધા ચોરા, કડિયાવાડ ખાતે આવેલી પ્રાચીન શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે તારીખ ૧૧ થી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન પરમદયાલ કૃપાસાગર શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાંઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ પૂ.પા. ચંપકલતા બેટીજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર અને અધ્યક્ષતામાં યોજાશે. ૧૧/૧૨/૨૦૨૫ ગુરુવારના રોજ નાટક, નૃત્ય અને પાઠશાળાના બાળકોની કૃતિઓ રજૂ થઈ હતી. ૧૨/૧૨/૨૦૨૫ શુક્રવારના રોજ ગોવર્ધનનાથજીના ટેલિયા દ્વારા નાટક, નૃત્ય નાટિકા અને વક્તવ્ય સાંજે ૫ વાગ્યે થશે. ૧૩/૧૨/૨૦૨૫ શનિવાર ગુંસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. શ્રી ગુંસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે વિશેષ મનોરથો અને વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે.







































