ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ (શ્યામવાડી) અને કડિયા કેળવણી મંડળ (શ્યામવાડી)ના સંયુક્ત ઉપક્રમે સતાધારના મહંત સંત શિરોમણી શામજીબાપુની ૪૩મી પુણ્યતિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી કડિયા સમાજ શ્યામવાડી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક સમારોહનું દીપ પ્રાગટ્ય નિજાનંદ પરિવારના જે.જે. વિરાણી, સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ યાદવ, મંત્રી લલીતભાઈ મકવાણા, ચંદુભાઈ ચાવડા, પંકજભાઈ મકવાણા, કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર, ઉપપ્રમુખ વિજયભાઈ મારુ, ધર્મેશભાઈ ગોહેલ, મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન રાઠોડ તેમજ સિનિયર અગ્રણીઓ કિશોરભાઈ વાઘેલા, પ્રવીણભાઈ રાઠોડ, બાવનજીભાઈ ટાંક, મોહનભાઈ ટાંક, નિલેશભાઈ ભટ્ટી, ભરતભાઈ વાઘેલા, રાજેશભાઈ ચોટલીયા, વિજયભાઈ પોરીયા, ગોરધનભાઈ ગરનારા અને રાજેશભાઈ જેઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ રાજુભાઈ યાદવ દ્વારા કડિયા કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.