ધોરાજીના માતાવાડી રોડ ઉપર સાંજના સમયે કાર ચાલકે રીક્ષાને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું અને ત્રણને ઇજા પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમએ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના સરદાર પટેલ ચોક માતાવાડી વિસ્તારથી જીન મિલ રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે સામેથી આવી રહેલ રીક્ષા ચાલકને અડફેટે લેતા રીક્ષા ઘટના સ્થળે ઉંધી વળતા રીક્ષામાં કુલ ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી જેમાંથી જુબેર ઈસ્માઈલભાઈ લુણાગરિયા રહે. ધોરાજી આવેડા ચોક વાળાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજેલું હતું.