ધોરાજી ખાતે ઈસ્લામના પૈગમ્બર, અમન અને શાંતિના સંદેશાવાહક, સ્ત્રીઓ અને અનાથોના મસીહા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમનો ૧૪૯૯મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે રવિવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે અહીંની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઈમામ બાકિર કોચિંગ સેન્ટર દ્વારા એક શાનદાર શહેરી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખાન મુહમ્મદ મસ્જિદથી શરૂ થઈ, મેઈન બજાર, ત્રણ દરવાજા થઈ ખાન મુહમ્મદ મસ્જિદ ખાતે સંપન્ન થયું હતું. આ જુલૂસમાં સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ હાજર રહી સરકાર કી આમદ મરહબાના ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.