ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા તારીખ ૫ ને ગુરૂવારના રોજ ૬૦ વર્ષથી ઉપરના નાગરિકો માટે વિનામૂલ્ય તબીબી આકરણી અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો છે. ધોરાજી મામલતદાર આર કે પંચાલ તેમજ પુરવઠા નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમાએ યાદીમાં જણાવેલ કે ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધોરાજી ગેલેક્સી ચોક ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં તા. ૦૫/૦૬/૨૦૨૫ ગુરુવારે સવારે ૯ઃ૦૦ થી સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધી અલિમકો કંપની દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે તબીબી આકારણી અંગેનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા તાલુકા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.









































