ધોરાજીમાં આવેલ સફુરાં નદી પાણીથી નહી પરંતું કચરા અને ગંદકીથી ખદબદી રહી છે. જેના કારણે પશુઓને પણ દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા કોઈપણ જાતની સફાઈ કરવાની દરકાર લેવામાં આવી નથી. એક બાજુ કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંભીરતાથી કામ કરે છે ત્યારે તંત્રનું આવું ઉદાસીન વલણ શરમજનક ગણી શકાય. સફુરા નદી કાંઠે પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જ્યાં અનેક લોકો એકઠા થતાં હોય, ધાર્મિક વિધિ વિધાન થતાં હોય પરંતું ગંદકી, કચરો અને દૂષિત પાણીને કારણે નદીની પવિત્રતા જળવાતી નથી. સાથોસાથ પશુપાલન વ્યવસાય કરતા માલધારી ભાઈઓએ જણાવેલ કે, સ્વચ્છતાના અભાવે પાણી દુષિત થઇ ગયું છે. આવું પાણી પશુઓને પીવડાવવું પડી રહ્યું છે. હાલ ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરીમાં પણ સફૂરા નદીનો ક્યાંય સમાવેશ થયો નથી.