ધોરાજી તાલુકાના સૂપેડી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધ્રુવ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આરોગ્ય શાખા દ્વારા આ મહત્વપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. આ રક્તદાન કેમ્પમાં ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર ડો. વાછાણી, મેડિકલ ઓફિસર ચગ, ધોરાજી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રામભાઈ હેરભા, સરપંચ જતીનભાઈ દલસાણીયા, નાની વાવડીના સરપંચ રાજેશભાઈ પીઠીયા, છઁસ્ઝ્રના ઉપ પ્રમુખ નિલેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં સ્થાનિક લોકો અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.