રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી તાલાળા અને સુપેડી ગામમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાલાળા ગામની વતની અને સુપેડીની ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા વેકેશન પૂર્ણ થતા બસમાં પરત ફરી રહી હતી. સુપેડી ગામમાં બસમાંથી ઉતર્યા બાદ તે કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહી હતી. તે સમયે પાછળથી આવેલા એક અજાણ્યા બોલેરો વાહન ચાલકે અક્ષિતાબેનને જોરદાર અડફેટે લીધી હતી.