ધોરાજી નજીક ભાદર ૨ ડેમ પાસે આવેલ લાગણી ધાર ખોડીયાર માતાજીના મંદિરે ચાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. મહંત વિશ્વામિત્ર ગીરીજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ મહોત્સવમાં ૩૦,૦૦૦થી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગોંડલ અને ગિરનાર મંડળના સાધુ સંતો સહિત ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને સુરતના ઉદ્યોગપતિ રમેશભાઈ ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસના આઠ ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.