ધોરાજી શહેરના યુવા સામાજિક કાર્યકર ભરતભાઇ મૂછડિયા આજે જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં ખબર પૂછવા ગયેલ ત્યાં બાજુમાં એક દર્દીને તાત્કાલિક લોહીની જરૂર હતી. ત્યારે તરત જ ભરતભાઇએ રક્તદાન કરી તેમને લોહી પૂરું પાડેલ.
આ તેમનું ૬૫મું રકતદાન હતું. ભરતભાઇ ૧૮ વર્ષની ઉંમરથી જ બ્લડ ડોનેશન કરે છે અને કોઈપણ જરૂરિયાતમંદ લોકોને બહારગામ વગેરે વિસ્તારોમાં કોન્ટેક્ટ કરીને લોહીની મદદ કરે છે. તેઓ શિક્ષણ માટે કાર્ય કરે છે, પુસ્તકાલય, વ્યસન મુકિત અભિયાન અને અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન, મહિલા અને બાળકો માટે શિક્ષણ અને કાયદાકીય મદદ અને આદિવાસી સમાજ અને પીડિત લોકો માટે હર હંમેશ કાર્યરત રહે છે.