ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે એક ખેડૂતના મકાનમાં ચોરો ત્રાટકીને રૂ.૯૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણવા મળેલી વિગત મુજબ ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે રહેતા રમેશભાઈ ભનાભાઈ નામના ખેડૂત નાની પરબડી ગામે આયોજિત સપ્તાહમાં સહપરિવાર મકાનને તાળા મારીને ગયા હતા. રાત્રિના સમયે પરત આવીને જાતા તેમના ઘરનો ડેલો ખુલતો ન હતો જેથી બાજુના ઘરેથી જાતા ઓસરીની ગ્રીલનું તાળુ તુટેલી હાલતમાં હતું. ડેલો અંદરથી બંધ કરવામાં આવેલ હતો અને મકાનમાં અંદરના રૂમમાં રાખેલ કબાટ ખુલ્લો હતો જેમાં રાખેલ કપડા અને સરસામાન અસ્તવ્યસ્ત હતો તેમજ તીજારી તુટેલી હાલતમાં હતી અને તેમાંથી રોકડ
રૂ. ૮પ હજાર તેમજ પ હજારના ચાંદીના દાગીના અને સિક્કા ગાયબ હતા. જેથી ખેડૂતે ધોરાજી પોલીસ મથકમાં રૂ. ૯૦ હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ આગળ તપાસ કરી રહી છે.