મહોત્સવમાં સાંસદ રૂપાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
ધોરાજી,તા.૮
ધોરાજીનાં ફરેણી સ્વામિનારાયણ ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભાવિક ભકતોએ સ્વામિનારાયણ ધામ ખાતે પૂજન આરતીના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ફરેણી સ્વામિનારાયણ ધામ ખાતે રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા સહિતના અગ્રણીઓએ ઘનશ્યામ મહારાજના દર્શન અને સદગુરૂ રામાનંદ સ્વામી આર્ટ ગેલેરીના દર્શન કરી ખુબ દિવ્યતા અનુભવી હતી. આ તકે સ્વામિનારાયણ ધામના સંતો દ્વારા સાંસદ તથા ઉપસ્થિત અગ્રણી મહેમાનોનું સન્માન કરાયુ હતું અને સંતોએ આશીર્વાદ આપ્યા હતા.