ધોરાજીના ફરેણી રોડ પર સકુરા નદીમાં કેટલાક સમયથી મગર જોવા મળતા હતા. જેને લઈ સ્થાનક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાંજના સમયે નદીમાં ફરી મગરે દેખા દેતા સ્થાનિકોએ ધોરાજી ફોરેસ્ટ ઓફિસ ખાતે જાણ કરતા ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને શબનમ બ્લોચ સહિતની ફોરેસ્ટ વિભાગની ટીમ ફરેણી રોડ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ મહાકાય મગરને પકડી પાડ્યો હતો. મગર પકડાઈ જતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરને જૂનાગઢ ખાતે સકરબાગ ઝુમાં મોકલી આપવામાં આવ્યો હતો.