ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકનાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવતા ઉપલેટા તાલુકાના કૂઢેચ ગામની પોલીસ ફરિયાદ નોધાઈ છે.
જેમાં જણાવાયું છે કે, કૂઢેચ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દેવાણદ ગોવિંદભાઈએ સ્કૂલની નાની બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરીને
વિકૃત કાર્ય કર્યું છે. આ અંગે વાલીઓને જાણ થતાં તેમણે પોલીસ મથકમાં આરોપી શિક્ષક વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ એકટ કલમ ૭૫/૨, ૩૫૧/૨,૬૪/૨,૬૫/૨, પોકસો કલમ ૬/૮/૧૦/૧૮ મુજબ ગૂનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






































