ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી તથા સિવિલ હોસ્પિટલ ધોરાજીના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્‌યા, ધોરાજી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વસેટિયન, ગામના સરપંચ કિરણબેન બગડા તથા ગ્રામજનો અને વન વિભાગનો સ્ટાફ હાજર રહેલ હતા. આ કેમ્પમાં જનરલ ચેકઅપ, બી.પી, ડાયાબિટીસ, ચામડીના રોગો, દાંતના, આંખના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું.